રશિયા-યુક્રેન યુદ્ધને અઢી વર્ષથી પણ વધુ સમય થયો છે. આ વચ્ચે, યુક્રેન અને રશિયા બંને જ સૈનિકોના સંકટનો સામનો કરી રહ્યા છે. રશિયાએ દુનિયાભરના ઘણાં દેશોના યુવાઓને આ યુદ્ધમાં ધકેલી દીધા છે. ભારત, નેપાળ, બ્રાઝિલ સહિત ઘણાં દેશોના યુવાઓને આ યુદ્ધમાં લડવા માટે મજબૂર કરાય છે. જેમાંથી ઘણાં યુવાનોને યુક્રેને પકડી લીધા છે, પણ રશિયા તરફથી તેને છોડી દેવા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
યુક્રેનમાં યુદ્ધ કેદીઓની શિબિરમાં બેઠેેલા એક નેપાળી, એક સ્લોવાક અને એક બ્રાઝિલિયન કહે છે કે તેમણે ક્યારેય રશિયન સેનામાં લડવા માટે સહમતિ નહોંતી દર્શાવી, પણ તેને દગાથી તેમાં સામેલ કરી દેવાયા. યુક્રેની અધિકારી જણાવે છે કે તેમણે કેટલા વિદેશી લડવૈયાઓને પકડયા છે, પણ તે લોકો તેના માટે બોજ છે, જેમાંથી તે બને તેટલો જલદી છુટકારો ઈચ્છે છે. પણ રશિયા તરફથી કોઈ પ્રસ્તાવ નથી મળ્યો.
યુક્રેનના લવિવ પ્રાંતની એક યુદ્ધ કેદી શિબિરમાં 16 વિદેશી કેદ છે. અન્ય શિબિરોમાં પણ ઘણાં વિદેશી કેદ છે. આ કેદીઓમાંથી નેપાળના એક યુવાએ કહ્યું કે તે રશિયા ભણવા ગયો હતો. ત્યાં પહોંચ્યાના એક મહિના પછી તે તેની યુનિવર્સિટીની ફી ન ભરી શક્યો, મજબૂરીથી તેણે રશિયન સેના સાથેના એક કરાર પર સાઈન કરી, જ્યાં તેને વિશ્વાસ અપાવ્યો કે તેને યુદ્ધમાં નહીં જવું પડે, માત્ર ઘાયલ લોકોની મદદ કરવાની રહેશે. પણ થોડા જ અઠવાડિયામાં તેને મારચે મોકલી દેવાયો અને તેણે પોતને ગોળીબાર વચ્ચે જોયો.