Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લવકુશ મિશ્રા મુંબઈ-અમદાવાદ રૂટ પર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 13 માર્ચથી શરૂ થઈ છે અને 5 દિવસમાં જ આ ટ્રેન લોકપ્રિય થઈ ગઈ છે. દરેક ટ્રિપમાં ટ્રાફિક મળી રહ્યો છે. બીજી તરફ આ રૂટ પર દોડનારી પહેલી વંદે ભારતને પણ યાત્રીઓ ઘણી પસંદ કરી રહ્યા છે. હવે બે-બે વંદે ભારત આવતાં આઇઆરસીટીસીની દેખરેખમાં દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને નુકસાન વેઠવું પડે છે. વાસ્તવમાં નવી વંદે ભારત પછી તેજસમાં ટ્રાફિક ઘટી રહ્યો છે. આથી આઇઆરસીટીસીની ચિંતા વધી ગઈ છે. બંને ટ્રેનો વચ્ચે રનિંગ ટાઇમનું અંતર માત્ર 30 મિનિટનું છે. આ કારણે યાત્રિકો વંદે ભારતને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. બીજી તરફ ઝડપી મુસાફરીની સાથે ભાડામાં પણ ઘણું અંતર છે. આથી વંદે ભારત યાત્રીઓમાં વધુ લોકપ્રિય થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નવી વંદે ભારતને હજી અઠવાડિયું પણ થયું નથી ત્યાં આઇઆરસીટીસીની મુશ્કેલી વધારી દીધી છે.

નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.10 વાગ્યે ઉપડે છે અને 5 કલાક ને 25 મિનિટનું અંતર કાપીને સવારે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પહોંચે છે. જ્યારે તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડે છે અને 6 કલાક 25 મિનિટનું અંતર કાપીને બપોરે 01.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. એટલે કે તેજસ કરતાં વંદે ભારત 1 કલાક વહેલી મુંબઈ પહોંચે છે.