Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે અમેરિકા સહિતના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. વાસ્તવમાં, અમેરિકન હાર્ટ એસોસિયેશનના સંશોધકોએ રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે 91 ટકા માતાપિતા માને છે કે પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે.


વાસ્તવમાં, વેકફિલ્ડ રિસર્ચ દ્વારા 1,000 અમેરિકન વયસ્કો પર હેલ્ધી ફોર ગુડ મૂવમેન્ટ અંતર્ગત એક સરવે કરાયો. જે મુજબ 84 ટકા લોકો પ્રિયજનો સાથે મહત્તમ સમય ભોજન કરવા ઇચ્છુક છે, કારણ કે સરેરાશ વયસ્કો લગભગ અડધો સમય એકલા જ ભોજન કરે છે.

ત્રણમાંથી બે લોકોના મતે કેટલાક અંશે તણાવગ્રસ્ત છે અને 27 ટકા વધુ તણાવગ્રસ્ત છે. સંશોધકો અનુસાર સતત તણાવથી હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો વધે છે. જોન્સ હોપકિન્સમાં કાર્ડિયોલોજીમાં સહયોગી ડાયરેક્ટર, અમેરિકન હાર્ટ એસોસિયેશનના પ્રો. એમએચએસ એરિન મિચોસે કહ્યું કે અન્ય સાથે ભોજનથી તણાવ ઘટે છે. આત્મસન્માન વધે છે.

ખાસ કરીને બાળકો માટે સામાજિક સંબંધોમાં સુધારા માટે આ શ્રેષ્ઠ રીત છે. તેનાથી પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને પાડોશીઓ સાથેના સંબંધનું મહત્ત્વ સમજાય છે. 54 ટકા લોકોના મતે સાથે ભોજનથી તેઓને કામ દરમિયાન બ્રેક લેવાની યાદ અપાવે છે.