કોવિડ મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે તહેવારોની સીઝનમાં રોનક ઉપરાંત લોકોમાં ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોના આ જ ઉત્સાહને ધ્યાનમાં રાખતા બેન્કે પણ લોન બિઝનેસ વધારવા માટે રણનીતિ બનાવી છે. તહેવારો દરમિયાન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બેન્કોએ દમદાર ઑફર્સ રજૂ કરી છે. હોટલ બુકિંગ પર 40% સુધી ડિસ્કાઉન્ટ, ખરીદી પર 22% સુધીનું કેશબેક જેવી ઑફર્સ તેમાં સામેલ છે.
ખાનગી બેન્કોએ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આક્રમક વલણ અપનાવ્યું છે. તો બીજી તરફ સરકારી બેન્કોએ પણ ગ્રાહકોને દમદાર ઓફર આપવા માટે અનેક બ્રાન્ડ્સ સાથે પાર્ટનરશિપ કરી છે. અત્યારે જે ઑફર્સ અપાય છે તેમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી પર છૂટ અને કેશબેક ઉપરાંત અનેકવિધ લોન પર વ્યાજદરમાં કાપ, પ્રોસેસિંગ ફી પર છૂટ અને સરળ નો-કોસ્ટ ઇએમઆઇ સામેલ છે.
ICICI બેન્ક | ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ખરીદી પર આકર્ષક ઑફર, નો-કોસ્ટ ઇએમઆઇ, મુખ્ય બ્રાન્ડ્સ તેમજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર 10% છૂટ. ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 10% કેશબેક. મોબાઇલ ફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ, EMIની સુવિધા. અપેરલ અને જ્વેલરી, ફર્નિચરના ચુનંદા બ્રાન્ડ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ ઉપરાંત 50,000થી ઉપરની ખરીદી પર 5% કેશબેક. પર્સનલ, વ્હીકલ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ, 100% ફાઇનાન્સ
SBI| ફેસ્ટિવ ઑફર્સ અંતર્ગત ગ્રાહકોને અલગ અલગ પાર્ટનર બ્રાન્ડ્સ પર 22.5% સુધી કેશબેક. તદુપરાંત સ્માર્ટફોન તેમજ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ પર આકર્ષક EMI સુવિધા અને 15% સુધી કેશબેક. કેટલીક વિશેષ લોન પર ઝીરો પ્રોસેસિંગ ફી.