વિશેષ કરાર હેઠળ અમેરિકામાં સંપન્ન અને સુશિક્ષિત લોકો વચ્ચે, રિમોટ હસબન્ડનું નવું ચલણ ઝડપથી વધતું જોવા મળે છે. યુવા દંપતીઓમાં પત્નીઓ સવારે તેનાં કાર્યાલયો, વર્ગખંડો અને હોસ્પિટલોમાં જાય છે ત્યારે, તેના પતિ ઘરે જ રહે છે. એવું નથી કે પતિ ઘરનાં કામ કે બાળકોની સારસંભાળ માટે ઘરે રહે છે. પણ, તે તેનું કામ ઘરે રહીને જ સરળતાથી કરી શકે છે.
કુલ મળીને પુરુષો માટે જ્યાંથી પણ તે ઈચ્છે ત્યાંથી કામ કરવું સરળ છે. હાલમાં જ મેકિન્સેના સરવેમાં જાણવા મળ્યું કે 38% કામકાજી પુરુષો પાસે લાંબા સમય સુધી ક્યાંયથી પણ કામ કરવાનો વિકલ્પ હતો. ત્યારે, 50%થી વધુ મહિલાઓ કાર્યસ્થળથી દૂર કામ કરવામાં અસમર્થ હોવાની ફરિયાદ કરે છે.
તેનું મુખ્ય કારણ વિવિધ કાર્યક્ષેત્રોમાં પુરુષો અને મહિલાઓની ભાગીદારી છે. મોટા ભાગે પુરુષો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એન્જિનિયરિંગ, વાસ્તુકલા, બિઝનેસ વગેરે જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આ કારણે તે ક્યાંયથી પણ તેનું કામ સરળતાથી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ ક્ષેત્રોમાં કામ કરતા લગભગ અડધાથી વધુ લોકો ઘરેથી કામ કરે છે.
ત્યારે, બીજી બાજુ મોટા ભાગની મહિલાઓ શિક્ષણ, ચિકિત્સા, નર્સિંગ જેવાં ક્ષેત્રોમાં કામ કરી રહી છે. એવામાં તેનું કાર્યસ્થળે હાજર રહેવું મહત્ત્વનું છે. એક સરવે અનુસાર અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રમાં 44%, ચિકિત્સામાં 24% અને નર્સિંગમાં 49% મહિલાઓ કામ કરે છે.