Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ફ્રાન્સના 23 વર્ષિય યુવા ફૂટબોલર કાઇલિયન એમ્બાપ્પેએ ફાઈનલમાં સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાઇલિયન એમ્બાપ્પેએ રવિવારે રમાયેલી ફાઈનલમાં આર્જેન્ટીના સામે એકલા હાથે લડત આપી હતી. તેણે ફાઈનલમાં હેટ્રિક પૂરી કરી હતી. તે ફાઈનલમાં આવું કરનારો વર્લ્ડનો પહેલો ફૂટબોલર બની ગયો છે. તેણે એકલા હાથે ફ્રાન્સને છેલ્લે સુધી ગેમમાં રાખ્યા હતા. અરે, એણે તો પેનલ્ટી શૂટઆઉટમાં પણ ફ્રાન્સ તરફથી ગોલ ફટકાર્યો હતો. જોકે આ બધા પછી પણ તેને નિરાશા હાથ લાગી હતી. જોકે તે ચોક્ક્સ 'ગોલ્ડન બૂટ' જીત્યો છે. પણ સાથોસાથ વિશ્વભરના લાખો-કરોડો ચાહકોના દિલ તેણે જીત્યા છે.


એમ્બાપ્પેએ આટલી નાની ઉંમરમાં જ વર્લ્ડને કહી દીધું છે કે તે આ ફૂટબોલ જગતમાં રાજ કરવા આવ્યો છે. તે હજુ 23 જ વર્ષનો છે, પરંતુ તેણે અત્યારસુધીમાં બે વર્લ્ડ કપ રમી લીધા છે! તે 2018ની ફ્રાન્સની વર્લ્ડ કપની ટીમમાં પણ હતો. તેણે 2018માં ફ્રાન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પિતા કેમેરૂનના અને માતા અલ્જેરિયાના
કાઇલિયન એમ્બાપ્પેનો જન્મ ડિસેમ્બર 20, 1998ના રોજ, બોન્ડી, પેરિસ, ફ્રાન્સમાં થયો હતો, વિલ્ફ્રેડ એમ્બાપ્પે અને ફાયઝા લેમારીને ત્યાં થયો હતો. તે મિક્સ એથનિસિટીનો છે, કારણ કે તેના પિતા કેમેરોનિયન મૂળના છે, જ્યારે તેની માતા, ભૂતપૂર્વ હેન્ડબોલ ખેલાડી, અલ્જેરીયન મૂળની છે.

એમ્બાપ્પેનો મોટો ભાઈ, જેનું નામ જીરેસ કેમ્બો ઈકોકો છે, તે એક વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી છે, જ્યારે તે નાનો હતો ત્યારે એમ્બાપ્પેના પિતાએ તેને દત્તક લીધો હતો. એમ્બાપ્પેનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ એથાન એમ્બાપ્પે છે. એથન, જેણે અંડર-12 'પેરિસ સેન્ટ-જર્મન' ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે 'ચેમ્પિયન્સ લીગ' રમતોમાંથી એકમાં એમ્બાપ્પેનો માસ્કોટવ પણ હતો.

નાની વયે જ ફૂટબોલ શીખવાનું શરૂ કર્યું
એમ્બાપ્પે જ્યારે 6 વર્ષનો હતો, ત્યારે શરૂઆતમાં તેને તેના કોચ એન્ટોનિયો રિકાર્ડી અને તેના પિતા વિલ્ફ્રેડે ફૂટબોલ રમવાનું શિખવાડ્યું હતું. તે પછી તે રાષ્ટ્રીય ફૂટબોલ કેન્દ્ર 'ક્લેરફોન્ટેન'માં ગયો હતો, જ્યાં યુવા ફ્રેન્ચ ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ એક એક્સપર્ટ ટ્રેનિંગ સેન્ટર છે.

તરૂણ અવસ્થાથી જ પ્રભાવશાળી પ્રદર્શન કરીને મોટી ક્લબનું ધ્યાન ખેંચ્યું
'ક્લેરફોન્ટેન'માં એમ્બાપ્પેના પ્રભાવશાળી પ્રદર્શને 'રિયલ મેડ્રિડ', 'માન્ચેસ્ટર સિટી,' 'બેયર્ન મ્યુનિચ' અને 'લિવરપૂલ' જેવી વિશ્વ-વિખ્યાત ક્લબનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે તે માત્ર 11 વર્ષનો હતો ત્યારે રમવા માટે તેણે લંડનનો પ્રવાસ પણ કર્યો હતો. 'ચાર્લ્ટન એથ્લેટિક' સામેની રમતમાં ચેલ્સીની યુવા ટીમ માટે તે રમ્યો હતો. તેણે આખરે 'A.S. મોનાકો FC.' માટે રમવાનું પસંદ કર્યું હતું, જે લોકપ્રિય ફ્રેન્ચ ફૂટબોલ લીગ, 'લીગ 1'માં છે.

જ્યારે એમ્બાપ્પે 'મોનાકો' માટે 'એસ.એમ. કેન' સામે 'લીગ 1' રમતમાં રમ્યો હતો, ત્યારે તેના પ્રોફેનશન ફૂટબોલના કરિયરની શરૂઆત થઈ હતી. 16 વર્ષની ઉંમરે તેણે શરૂઆત કરીને તેણે થિએરી હેનરીનો રેકોર્ડ તોડ્યો હતો અને તે મોનાકોનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે 20 ફેબ્રુઆરી, 2016ના રોજ તેનો પહેલો ગોલ કર્યો અને તે 'મોનાકો' માટે સૌથી યુવા ગોલ-સ્કોરર બન્યો હતો.