લોકસભાની ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બે મહિના બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં 100 જેટલા કેસ મુકવામાં આવ્યા હતા જેમાંથી 2 કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવવા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે દૂર થતા 50 જેટલા કેસોમાં તપાસની કાર્યવાહી આગળ ધપાવવા હુકમ કરાયો છે.
રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેન્ડ ગ્રેબિંગની 100 જેટલી અરજીઓના કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 2 કેસમાં એફઆઇઆર કરવા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 2 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. 31 કેસોમાં સમાધાન થયું છે જ્યારે 65 કેસો ડ્રોપ કરવામાં આવ્યા છે.