શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હશે અને ગત સિઝનમાં ટીમનું નેતૃત્વ કરનાર નીતિશ રાણા વાઇસ કેપ્ટન હશે. KKRના CEO વેંકી મૈસૂરે અય્યરની વાપસીની જાહેરાત કરી છે. નીતિશને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
અહીં શ્રેયસ અય્યરે કહ્યું- 'છેલ્લી સિઝનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઈજાના કારણે મારી ગેરહાજરી સામેલ હતી. નીતિશે મારા રિપ્લેસમેન્ટ તરીકે અદ્ભુત કામ કર્યું છે. નીતિશને વાઇસ કેપ્ટન બનાવવાથી ટીમનું નેતૃત્વ મજબૂત થશે.
રણજી ફાઈનલના 5માં દિવસે વિદર્ભની બીજી ઈનિંગમાં અય્યરે મુંબઈ માટે ફિલ્ડિંગ કરી ન હતું. આ પછી, એવી આશંકા હતી કે તે IPLની શરૂઆતની મેચમાંથી બહાર થઈ શકે છે. ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ પહેલાથી જ ભાસ્કરને જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ છે અને પ્રથમ મેચથી કેપ્ટનશિપ કરશે. તેણે સાવચેતીના ભાગરૂપે રણજી ફાઈનલના છેલ્લા દિવસે ફિલ્ડિંગ કરી ન હતું. તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.