Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રંગીન ટીવી 1950ના દાયકામાં બજારમાં આવ્યું ત્યારે ફ્લોપ ફિલ્મ જેવું લાગ્યું હતું. ટીવી મોંઘું હતું, મેન્ટેનન્સ પણ અઘરું હતું અને એક દાયકા પછી પણ ગણ્યાંગાંઠ્યાં ઘરોમાં જ પહોંચી શક્યું હતું. પછી એકાએક ભાવ ઊતરી ગયા, પ્રાઇસ વૉર શરૂ થઈ અને થોડાં વર્ષોમાં જ મોટા ભાગના અમેરિકન પરિવાર પ્રાઇમ ટાઇમમાં કાર્ટૂન પ્રોગ્રામ જોઈ રહ્યા હતા. સ્માર્ટ ફોન સાથે પણ આવું જ થયું હતું.


બજારના ગણિતમાં પરિવર્તનના તબક્કામાંથી અત્યારે ઇલેક્ટ્રિક વ્હિકલ પસાર થઈ રહ્યાં છે. કોઈ પણ નવું ઉત્પાદન બજારમાં 5%ની હિસ્સેદારીની સરહદ પાર કરી લે ત્યારે તેને ‘ટિપિંગ પૉઇન્ટ’ (નિર્ણાયક બિંદુ) પાર કર્યો કહેવાતો હોય છે અને ઈલેક્ટ્રિક વ્હિકલે ભારત સહિત વિશ્વના 32 દેશે ગત વર્ષે આ ટિપિંગ પૉઇન્ટ પાર કરી લીધો છે. આને પ્રાથમિકતા બદલાઈ રહી હોવાની અને મોટા પાયે નવી ટૅક્્નિક અપનાવવાની શરૂઆતનો સંકેત કહેવાય છે.

નિષ્ણાતોના મતે નવી ટૅક્્નૉલોજી સ્વીકારવાનો રસ્તો બજારમાં ‘એસ કર્વ’ પરથી પસાર થાય છે. એટલે કે મુખ્ય પ્રવાહની લહેરમાં સમાવિષ્ટ થતાં પહેલાં વેચાણ ધીમી ગતિએ થાય છે. આ સમય દરમિયાન ઉત્પાદનખર્ચ, પાયાગત માળખાનો અભાવ અને ગ્રાહકના મનમાં શંકા જેવા પ્રારંભિક અવરોધો પર તમામ પરિવર્તનો નિર્ભર હોય છે. ટિપિંગ પૉઇન્ટ આ અંતરાયોને દૂર કરવાની શરૂઆતનો સંકેત આપે છે. જે દેશોમાં હવે ઈવી ટિપિંગ પૉઇન્ટ વટાવી ચૂક્યાં છે ત્યાં વિશ્વના બે તૃતીયાંશ ઑટો વેચાણ માટે જવાબદાર છે. 2023ના ચોથા ત્રિમાસિકમાં વિશ્વભરમાં વેચાયેલી નવી કારમાં ઇલેક્ટ્રિક કારની હિસ્સેદારી લગભગ 12% હતી. એશિયામાં ચીન ઈવીના વેચાણમાં આગળ પડતા દેશ તરીકે ઓળખ મેળવી રહ્યો છે.