સ્પર્શ મન અને શરીર બંને માટે ફાયદાકારક છે. ખાસ કરીને માથા પર હાથ રાખીને આશીર્વાદ આપવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ એસેનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્શ દ્વારા બાળકો, પુખ્તવયના લોકોમાં પીડા, હતાશા અને ચિંતા દૂર કરવામાં અને નવજાત શિશુનું વજન વધારવામાં મદદરૂપ થાય છે.
બીજી તરફ, માથાને સ્પર્શ કરવો સૌથી વધુ ફાયદાકારક છે. સંશોધનના સહ-લેખક ડો. હેલેના હાર્ટમેને જણાવ્યું હતું કે સંમતિથી સ્પર્શ માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક છે. એટલું જ નહીં ભારે ધાબળો વગેરે જેવી વસ્તુના સ્પર્શથી પણ શારીરિક લાભ થાય છે.
બીજી તરફ, માનવ સ્પર્શ માનસિક લાભ માટે વધુ ફાયદાકારક છે. જોકે, માનસિક સ્વાસ્થ્ય લાભ માટે તેની અસર અસ્વસ્થ્ય લોકોમાં વધુ હતી. આ સિવાય સ્પર્શ કરવાની પદ્ધતિ અને સમયગાળો બહુ મહત્ત્વનો હોવાનું જાણવા મળ્યું નથી. જોકે, પુખ્તવયના લોકોમાં વારંવાર સ્પર્શ કરવાથી વધુ ફાયદાઓ જોવા મળે છે. સ્પર્શની ભાવના પ્રથમ શિશુમાં વિકસિત થાય છે. તે આસપાસના વાતાવરણના અનુભવની સાથે વાતચીત કરવામાં પણ મહત્ત્વપૂર્ણ છે.
નેચર હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં અગાઉ પ્રકાશિત થયેલા 212 અભ્યા સોનો સમાવેશ થાય છે. આમાં, પુખ્તવયના લોકો સાથે સંકળાયેલા 85 અભ્યાસો અને નવજાત બાળકો સાથે સંકળાયેલા 52 અભ્યાસોના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.