Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, FAITTA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન)ના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. આની સાથે જ વાઘ બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા દેસાઈને FAITTAની એક્ઝિક્યુટિવ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, FAITTA એ સમગ્ર ભારતમાં ચાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સ્તરની ટોચની સંસ્થા છે. આ સંસ્થા સરકારી ઓથોરિટી, ચા બોર્ડ અને અન્ય સંબંધિત સંગઠનો સાથે ઉદ્યોગના સવાલોના નિવારણ તેમજ વિવિઘ પડકારોનો સામનો કરીને ચા ખરીદનારાઓ અને વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે કાર્ય કરે છે.


પારસ દેસાઈ વાઘ બકરી ટી પરિવારના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક છે અને વર્ષ 1993થી આ ગ્રુપ સાથે સંકળાયેલા છે. તેમના નેતૃત્વ હેઠળ, વાઘ બકરી ગ્રુપ ભારતના સૌથી મોટાં પેકેજ્ડ ટી બિઝનેસ હાઉસ તરીકે વિકસ્યું છે, જે આજે 24 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 60+ દેશોમાં નિકાસ કરે છે.

તેમણે NABL માન્યતા પ્રાપ્ત ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં અને ઇન્સ્ટન્ટ ટી પ્રિમિક્સ, વેલનેસ બ્લેન્ડ્સ અને વાઘ બકરી ટી લાઉન્જ જેવાં ઈનોવેશનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, વાઘ બકરી બ્રાન્ડના સંચાલનને મોર્ડન ટચ આપવામાં, ડિસ્ટ્રીબ્યુશનમાં સુધારો કરવામાં અને મજબૂત રિટેલ નેટવર્ક બનાવવામાં પણ તેમણે ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે. તેઓ વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

FAITTAના ચેરમેન તરીકે પોતાની વરણી અંગે દેસાઈએ કહ્યું હતું કે, 'FAITTA નું નેતૃત્વ કરવું, એ ખરેખર ખુબજ સન્માનની વાત છે. હું બધા સભ્યોનો તેમના વિશ્વાસ અને સહકાર માટે તેમજ ભૂતપૂર્વ ચેરમેનો અને પદાધિકારીઓનો તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું. આજે ચા ઉદ્યોગ, એક નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. વિતેલાં કેટલાક સમયથી આ ઉદ્યોગ, ગ્રાહકોની રુચિઓમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. મારું મુખ્ય ધ્યાન, ચાની વિવિઘ કેટેગરીને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગજગતના સભ્યો, સરકાર અને નિયમનકારો સાથે સહકારથી કામ કરવા પર રહેશે. હું આગળ રહેલી તકો વિકસિત કરવા અને પડકારોનો સામનો કરવા અને તેના સુખદ ઉકેલ માટે તમામ હિતધારકો સાથે એકબીજાના સહયોગથી કાર્ય કરવા માટે ઉત્સુક છું.'