અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના સ્પ્રિંગફીલ્ડ વિસ્તારમાં રહેતી જેડકેનીએ વિચાર્યું પણ ન હતું કે તેમનેપોતાનો ફ્લેટ ભાડે આપીને માતા-પિતા સાથે રહેવું પડશે. પરંતુદેવામાં ડૂબી ચૂકેલી કેનીની પાસે પોતાનો ક્રેડિટ સ્કોર સારો રાખવામાટે આના સિવાય કોઇ વિકલ્પ નહતો.
કેની પર ક્રેડિટ કાર્ડનું અંદાજે 5.40 લાખ રૂપિયાનું બિલ બાકી છે.તદુપરાંત હજારો ડૉલરના મેડિકલબિલ, સ્ટુડન્ટ લોન અને બીજી લોન પણ લીધેલી છે. આ દરેક દેવું વ્યાજની સાથે વધ્યું હતું કારણ કે તેછ મહિના સુધી બેરોજગાર રહીહતી. જ્યારે તેમની પાસે ફુલ ટાઇમજૉબ હતી અને સારી એવી કમાણી હતી ત્યારે કેનીએ મોટા પાયે લોન લઇને પોતાની જરૂરિયાત પૂરી કરી હતી. આજે તેનું જ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.
આવી જ કંઇક સ્થિતિ ભારત સહિત મોટાભાગના દેશોની યુવા પેઢીની છે. પર્સનલ ફાઇનાન્સના નિષ્ણાંત અનુસાર કેની એકલી નથી. જનરેશન ઝેડના (1997 થી2012ની વચ્ચે જન્મેલા લોકો) મહત્તમ લોકો મોંઘી લોન, ધીમો પગારવધારો, સ્ટુડન્ટ લોન તેમજ અન્ય દેવાને કારણે ક્રેડિટ સ્કોરસારો બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.