જો તમે કોઇ બીજા દેશમાં પૈસા મોકલો છો અથવા પોતે લઇને વિદેશ જઇ રહ્યાં છો તો તમારે બેન્કના કેટલાક સવાલોના જવાબ આપવા પડી શકે છે. બેન્કોએ આવા પૈસાનો સ્ત્રોત પૂછવાનું શરૂ કરી દીધું છે, ખાસ કરીને ત્યારે, જ્યારે તેનો ઉપયોગ વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા માટે કરવાનો હોય.
એવા મામલા પણ સામે આવ્યા છે, જ્યારે બેન્કે ફંડના સ્ત્રોત અંગે જાણકારી મેળવવા માટે ખાતાધારકની આવકની જૂની વિગતોને ચકાસી છે. બેન્કોએ ગ્રાહકોને એવું પણ પૂછ્યું છે કે જે પૈસા દેશની બહાર મોકલાઇ રહ્યા છે, તે કોઇ સંબંધીને ભેટમાં તો મળ્યા નથી ને. બેન્કિંગ સેક્ટરમાં આ નવી પ્રેક્ટિસ છે. પહેલા બેન્ક વિદેશ જતા પૈસાનો સ્ત્રોત પૂછતી ન હતી. તેવું કરવું અનિવાર્ય નથી. શંકાસ્પદ મામલે જ તેની તપાસ કરાય છે.
વાર્ષિક 2 કરોડ રૂપિયા વિદેશ મોકલવાની અનુમતિ
રિઝર્વ બેન્કની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ દેશના નાગરિકોને પ્રોપર્ટી, સિક્યોરિટીઝ (જેમ કે શેર્સ, બોન્ડ) ખરીદવા અને સંબંધીઓની જરૂરિયાત પૂરી કરવા જેવા નિર્ધારિત લક્ષ્યો માટે વાર્ષિક 2.50 લાખ ડૉલર સુધી વિદેશ મોકલવાની અનુમતિ છે. કેટલાક ટેક્સ પ્રોફેશનલ્સ અને બેન્કરોએ કહ્યું કે ઑથોરાઇઝ્ડ ડીલર એટલે કે બેન્કોએ હવે LRS રેમિટન્સ ક્લિયર કરતા પહેલા પૂછપરછ વધારી છે.
બેન્ક પહેલા ફંડનો સ્ત્રોત પૂછતી ન હતી: ઇન્દોરના સુધીર જૈનના ત્રણ બાળકોએ અમેરિકામાં અભ્યાસ કર્યો છે. કેટલાક વર્ષ પહેલા સુધી તેમને નિયમિતપણે વિદેશ પૈસા મોકલવાના થતા હતા.
સુવિધાના ખોટા ઉપયોગની આશંકા: ઓછામાં ઓછી બે ખાનગી બેન્કોએ તાજેતરમાં જ ગ્રાહકોને ફંડના સ્ત્રોતની પૂછપરછ શરૂ કરી છે. બેન્કને આશંકા છે કે કેટલાક લોકો LRS વિન્ડોનો ઉપયોગ એ ઉદ્દેશ્ય માટે કરી રહ્યા છે. જેના માટે તે નથી.