ડીસા શહેરના પાટણ હાઇવે પર ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે જતા જીપ ડાલાએ ટક્કર મારતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે એક ગાયને પણ અડફેટ લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું. જીપ ચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જુનાડીસા થી ઢુંવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપ ડાલુ અથડાવી મૂકીને નાસી છૂટ્યો હતો.
ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઊભેલી પાણીપુરીની લારીને હડફેટે લીધી હતી. જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ( ઉ.વ.28) તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઇ રાવળ ( ઉ.વ.14 )બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાતા બંનેના મોત નિપજ્યા હતા.