નમસ્કાર વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે અચાનક એવો નિર્ણય લીધો કે કાશી વિશ્વનાથ મંદિરમાં જે પોલીસ જવાનો ડ્યૂટી કરશે તેણે લાલ કલરના ધોતી-કુર્તા પહેરવાં પડશે. રુદ્રાક્ષની માળા પહેરવી પડશે ને કપાળ પર ત્રિપુંડ કરવું પડશે. મહિલા પોલીસકર્મચારીઓ પણ ભગવા રંગના ડ્રેસમાં તહેનાત રહેશે. આ પ્રકારનો નિર્ણય આજકાલનો નથી, છ વર્ષ પહેલાંનો છે. 2018માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાશી વિશ્વનાથના ગર્ભ મંદિરમાં બે પોલીસકર્મચારી તહેનાત રહેશે, જે ધોતી-કુર્તા પહેરશે, કપાળે ત્રિપુંડ કરશે, જાણે પૂજારી જ હોય... આ પ્રયોગ સફળ થશે તો ગર્ભગૃહમાં અને એની બહાર પૂજારી જેવા પહેરવેશમાં વધારે પોલીસ સ્ટાફ તહેનાત કરાશે. છ વર્ષ પછી ફરી આ મુદ્દાએ જોર પકડ્યું છે.
ભારતીય પોલીસનો યુનિફોર્મ, જેની હિન્દીમાં ખાખી વર્દી તરીકે ઓળખ છે. અલબત્ત, ખાખી રંગ એ જ પોલીસની ઓળખ છે. અંગ્રેજો ભારત આવ્યા એ સમયે ભારતીય પોલીસની વર્દીનો રંગ સફેદ હતો. સફેદ વર્દી તરત ગંદી થઈ જતી હતી, આનાથી પોલીસને ખૂબ સમસ્યા રહેતી. એક બ્રિટિશ અધિકારીએ સફેદના બદલે બીજો કોઈ કલર રાખવાની યોજના રજૂ કરી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ એક ડાઇ બનાવી, જેનો રંગ ખાખી હતો. આ રંગ બનાવવા માટે ચાની પત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, હવે સિન્થેટિક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે પોલીસના યુનિફોર્મનો રંગ ખાખી કરવામાં આવ્યો. ખાખી રંગ પીળો અને ભૂરા રંગનું મિશ્રણ છે. આઝાદીનાં 100 વર્ષ પહેલાં ‘નોર્થવેસ્ટ ફ્રંટિયર’ના ગવર્નરના એજન્ટ સર હેનરી લોરેન્સ પોલીસકર્મીઓને ખાખી વર્દીમાં જોઈને પ્રભાવિત થયા હતા ને વર્ષ 1847માં અધિકૃત રીતે પોલીસની વર્દીનો રંગ ખાખી કરી દીધો હતો