14 નવેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 77,580 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 26 પોઈન્ટ ઘટીને 23,532ના સ્તરે બંધ રહ્યો હતો. તેમજ, BSE સ્મોલકેપ 429 પોઈન્ટ વધીને 52,381 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઘટ્યા અને 13માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 29 ઘટ્યા અને 21માં તેજી રહી હતી. NSE સેક્ટોરલ ઇન્ડેક્સના FMCG સેક્ટરમાં સૌથી વધુ 1.53%નો ઘટાડો થયો છે. જ્યારે મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 2.26%ની તેજી જોવા મળી હતી.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.10%ની તેજી છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.13%ની તેજી સાથે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.23%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
13 નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.11% વધીને 43,958 પર બંધ થયો અને S&P 500 0.023% વધીને 5,985 પર બંધ થયો. નેસ્ડેક 0.26% ઘટીને 19,230 પર બંધ થયો.