મોલ્દોવા પૂર્વી યુરોપનો નાનકડો દેશ છે . તેની વસ્તી 25 લાખથી પણ ઓછી છે. હાલ આ દેશ એક ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. 2020થી દેશની કમાન સંભાળી રહેલી 52 વર્ષીય મહિલા રાષ્ટ્રપતિ માઇયા સંદુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો સંભાળ્યો છે. 1200 કિમીની સીમા યુક્રેન સાથે વહેંચતા આ દેશમાં હાલમાં જ 20 ઓક્ટોબરે યુરોપીય સંઘ (ઈયુ)માં સામેલ થવાના મુદ્દે જનમત સંગ્રહ થયો, જેમાં સંદુએ ખુલ્લેઆમ ઈયુના સભ્યપદનું સમર્થન કર્યું.
પરિણામે, 50.38% લોકોએ ઈયુમાં સામેલ થવાના પક્ષમાં મત આપ્યો, જ્યારે 49.62% તેની વિરુદ્ધમાં રહ્યા. માઇયાની આ જીત ન માત્ર પુટિન સામે ઊભા રહેવાની તેની હિંમત દર્શાવે છે, પણ હવે તે રાષ્ટ્રપતિ ચૂંટણીના છેલ્લા તબક્કામાં તેના પ્રતિદ્વંદ્વી, રશિયા સમર્થક જનરલ એલેક્ઝાન્ડર સ્ટોઇયાનોગ્લોને હરાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. પુટિન વિરુદ્ધ ખુલ્લેઆમ ઝંડો ઉઠાવના પર તેના દરેક બાજુ વખાણ થઈ રહ્યાં છે.
સતત વધી રહ્યું સંદુનું સમર્થન: જનમત સંગ્રહમાં સમર્થન વચ્ચે માઇયાની લોકપ્રિયતા વધી છે. આ જીતથી તે એક સુધારક તરીકે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરશે. તે રશિયાસમર્થિત નેતા વિરુદ્ધ લડનારાં સાહસિક નેતા તરીકે સ્થાપિત થશે. તેમની જીતથી મોલ્દોવના ઈયુના સભ્ય બનવાનો રસ્તો પણ સાફ થશે જે પુટિન માટે ઊંડો ઘા હશે.