Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડોદરા જિલ્લાના સાવલીમાં ગત રોજ શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ત્રણ યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિ વિષયક અપમાનિત કરીને સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી તેમજ ફરજમાં રૂકાવટ કરી તું કેવી રીતે ટાઉનમાં નોકરી કરે છે, તને જોઈ લાઈશું તેવી ધમકી આપતા અનાર્મ હેડ કોન્સ્ટેબલે સાવલી પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ યુવકોને માર માર્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી. જો કે, પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી.

રામજીની શોભાયાત્રા દરમિયાન પીસીઆર ઇન્ચાર્જ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પરિવારજનોએ યુવકને સાવલી પોલીસ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો છે. અને ન્યાય મળે તે માટે સાવલી પોલીસ મથક આગળ હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી હતી. આ બનાવમાં આર.એસ.એસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જયપાલસિંહ મહીડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.