પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે પહેલગામ હુમલાના આતંકવાદીઓને 'ફ્રીડમ ફાઇટર્સ' કહ્યા છે. ડારે કહ્યું- આપણે આભારી રહેવું જોઈએ કે તેઓ ફ્રીડમ ફાઇટર્સ પણ હોઈ શકે છે, જોકે અમે જાણતા નથી કે તેઓ કોણ છે. મને લાગે છે કે ભારત પોતાની નિષ્ફળતા અને પોતાના ઘરેલુ રાજકારણ માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યા છે.
ઇશાક ડાર પાકિસ્તાનનો નાયબ વડાપ્રધાન પણ છે. તેણે કહ્યું હતું કે જો ભારત પાસે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો કોઈ પુરાવો છે તો તેમણે એ વિશ્વ સમક્ષ રજૂ કરવો જોઈએ. ભારત વારંવાર પાકિસ્તાન પર આવી ઘટનાઓનો આરોપ લગાવે છે. આ વખતે પણ ભારતે એ જ રમત રમી છે.
તેણે કહ્યું હતું કે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મેં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની મારી મુલાકાતો રદ કરી છે, જેથી અમે રાજદ્વારી પ્રતિભાવ તૈયાર કરી શકીએ. ભારતની વધતી જતી આક્રમકતા અંગે વિદેશમંત્રી તેણે કહ્યું હતું કે પાકિસ્તાન પણ ભારત જેવાં પગલાં લેશે.