Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા ગોઠાજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 21 એપ્રિલની જામનગર- વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેન વડોદરાને બદલે અમદાવાદથી જ ઉપડશે.

1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 એપ્રિલ, 2024ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.