Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇક્વિટી માર્કેટમાં સમયાંતરે સટ્ટાકીય પ્રવૃત્તિઓ સામે આવે છે આ વખતે સેબીએ એક વિચિત્ર કેસમાં પગલાં લીધાં છે જ્યાં $1માં ખરીદેલા શેરની માર્કેટકેપ રૂ.2752 કરોડ સુધી પહોંચી છે અને ઉપરમાં ₹22700 કરોડ થઈ હતી જ્યારે અત્યારે તેની વેલ્યુ ઘટી ફરી 5000 કરોડ થઇ ચૂકી છે. આ કેસ 1993માં સ્થાપિત LS ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે જેણે FY25 ના બે ક્વાર્ટરમાં ઝીરો આવક નોંધાવી હતી. જુલાઈ 2024 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે LSILના શેરની કિંમતમાં 1089%નો વધારો થયો હતો, જે બાદમાં નવેમ્બર 2024માં 84.15% ઘટી ગયો હતો.


ત્યારબાદ, ડિસેમ્બર 2024માં કિંમતમાં ફરી 223%નો વધારો થયો. 12 ઓગસ્ટના શેરની કિંમત રૂ. 53થી વધી 26 સપ્ટેમ્બર-24ના રૂ.255ની ટોચે પહોંચી હતી જે ફરી 19 નવે.ના ઘટી 44 થયા બાદ અત્યારે 64 છે અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની કંપની એલએસ ઇન્ડસ્ટ્રીઝ તેના પ્રમોટર અને અન્ય ચાર સંસ્થાઓ પર સેબી દ્વારા ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે દુબઈના રોકાણકાર જહાંગીર પાનીક્કવેટીલ પેરમ્બરમ્બાથુ (JPP)નું નામ સામે આવ્યું છે. તેણે LS ઈન્ડસ્ટ્રીઝના શેર વેચીને 1.14 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. સેબીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જેપીપીએ કંપનીના 10.28 કરોડ શેર માત્ર એક ડોલરમાં ખરીદ્યા હતા. કંપનીની આવક નજીવી હોવા છતાં તેના બાકીના શેરનું મૂલ્ય 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં રૂ.698 કરોડ સુધી પહોંચી ગયું હતું. શેરના ભાવમાં આવેલા જોરદાર ઉછાળાને કારણે આવું બન્યું હતું હતું.

કંપનીમાં JPPના રોકાણનું મૂલ્ય હવે તેની ટોચે $328.6 મિલિયન સુધી પહોંચી ગયું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોનું ઉલ્લંઘન થવાની સંભાવના છે. સેબીએ જણાવ્યું હતું કે જેપીપીએ કંપનીમાં તેના હોલ્ડિંગનો એક નાનો હિસ્સો વેચ્યો હતો જ્યારે બજાર તેની ટોચ પર હતું. તેમ છતાં, તેણે જંગી નફો કર્યો અને તેનો મોટો હિસ્સો દુબઈમાં ટ્રાન્સફર કર્યો.