લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામમાં રાજકારણને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિયમ ટ્રસ્ટીઓ અને ચેરમેને બનાવ્યો છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. આથી નિયમ મુજબ રમેશ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં પ્રવેશ કરતા જ રમેશ ટીલાળાએ પોતાનું ટ્રસ્ટી પદેથી ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે.
રમેશ ટીલાળા લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ સાથે રાજકોટના ટોચના 5 બિલ્ડરોમાંના એક છે, તેઓ પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ આજે ટીલાળા ચેરમેન બન્યા બાદ તેઓ આ વિસ્તારના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.