ભારતમાં ભૂકંપના પાંચ ઝોન છે અને એમાં સૌથી ખતરનાક પાંચમા ઝોનમાં ગુજરાતનું કચ્છ આવે છે. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એમાં પણ 18 એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો 3.7ની તીવ્રતાનો હતો. જ્યારે આજે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા શાપર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ધરતી ધ્રૂજી હતી. આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ છે. શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રાજકોટની ભાગોળે આવેલા શાપર નજીક ભૂકંપના આંચકો અનુભવાયો છે. શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.