Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ રંગીલું શહેર ગણાય છે અને હવે તો મોસમ પણ રંગીલી થઈ હોય તેમજ એક જ દિવસમાં ગરમી અને ચોમાસાનો અનુભવ કરાવ્યો હતો. સવારથી જ આકરી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા શહેરીજનોને સાંજે ભારે પવન અને ઝાપટાંએ ભીંજવી દીધા હતા.

રાજકોટ શહેરમાં સવારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું પણ સવારે 8 વાગતાં જ એકદમથી ગરમીમાં વધારો થયો હતો અને પારો 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. સવારમાં જ ગરમીનો અનુભવ થતા શહેરવાસીઓને અણસાર આવી ગયો હતો કે આજે અગ્નિવર્ષા જેવો માહોલ થશે. બપોરે 12 વાગ્યા સુધીમાં જ પારો 40 ડિગ્રી જ્યારે 2.30 કલાકે 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ગતિએ જોતા સાંજ સુધીમાં પારો હજુ વધે તેવી શક્યતા હતી. જોકે સાંજે 5.15 વાગતાં જ અચાનક વાદળો છવાયા હતા. પવનની દિશા બદલીને પશ્ચિમી થઈ હતી અને પવનની ગતિ પણ વધી ગઈ હતી. 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ બધા વચ્ચે દિવસનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.