વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની ટીકા કરવા બદલ પશ્ચિમી મીડિયાની નિંદા કરી હતી. હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં જયશંકરે કહ્યું કે, "પશ્ચિમ મીડિયા ભારતીય ચૂંટણીઓમાં પોતાને રાજકીય ખેલાડી માને છે."
જયશંકરે વધુમાં કહ્યું કે, 'હું પશ્ચિમી મીડિયામાં ભારત વિરુદ્ધ ઉઠેલા અવાજોથી વાકેફ છું. જો તેઓ લોકશાહીની ટીકા કરે છે, તો તે માહિતીના અભાવને કારણે નથી. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે તેની અસર ભારતની ચૂંટણી પર પડશે.'
તેમના સંબોધન દરમિયાન જયશંકરે એક વિદેશી મીડિયા આઉટલેટમાં પ્રકાશિત થયેલા એક લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "એક લેખમાં લખવામાં આવ્યું હતું કે ભારતમાં આટલી ગરમી છે, તેઓ આ સમયે ચૂંટણી કેમ યોજી રહ્યા છે? તેના પર હું કહેવા માંગુ છું કે આ ગરમીમાં પણ ભારતમાં મતદાનનું પ્રમાણ તમારા કરતા વધુ છે. સૌથી મોટો મતદાન રેકોર્ડ છે.