બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ પર્થમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ખેલાડીઓના ફોટાઝ-વીડિયો પોસ્ટ કર્યા જેમાં તેઓ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતા જોવા મળે છે.
પાંચ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. આ પહેલા ટીમ સોમવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી.
ભારતીય ટીમે બુધવારે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી, ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ભારતના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેણે BCCIને જાણ કરી છે કે અંગત કારણોસર તેના માટે પ્રથમ બે ટેસ્ટમાંથી કોઈપણમાં રમવું મુશ્કેલ છે. એટલા માટે રોહિત હજુ સુધી ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો નથી.