Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કાશ્મીરના ગુલમર્ગના પ્રવાસે છે. રાહુલ ગાંધી અહીં બુધવારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં બરફ પર સ્કીઇંગની મજા માણી હતી. તેમજ પ્રખ્યાત ગોંડોલા કેબલ કાર પર સવારી કરી હતી. ગુરુવારે પણ રાહુલ અહીં જ રોકાશે.


રાહુલ ગાંધી બુધવારે શ્રીનગર એરપોર્ટથી સીધા ગુલમર્ગ જવા રવાના થયા હતા. તેઓ તંગમર્ગમાં પણ થોડો સમય રોકાયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી નહોતી અને માત્ર દૂરથી જ પ્રણામ કર્યા હતા. તેઓ અહીંના સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. રાહુલે પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.