મંગળવાર, 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર છે. મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં ઘર માટે જરૂરી સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ઘર-પરિવાર માટે શુભ રહે છે અને લાંબા સમય સુધી ખરાબ થતી નથી. ખરીદી સાથે જ આ દિવસે થોડી ખાસ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.