રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આર્થિક સ્વાવલંબી બનવા તરફનો પ્રયાસ કર્યો છે અને આ માટે જ મહાનગરપાલિકાએ રૂ. 100 કરોડના બોન્ડ ઇશ્યૂ કરવા માટે SEBI અને સ્ટોક એક્સચેન્જમાં પ્લેસમેન્ટ મેમોરેન્ડમ ફાઇલ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદ, સુરત અને છેલ્લે રાજ્યની ત્રીજી મહાનગરપાલિકા વડોદરાએ મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવ્યું છે. જ્યારે રાજકોટ હવે તેમાં જોડાશે.
રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ ભરવા પાત્ર છે, પરંતુ સ્ટોક એક્સચેન્જ (NSE)માં નોંધાયેલા QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર ) અને Non QIB દ્વારા NSEના EBP પ્લેટફોર્મ મારફત તા.16 ઓક્ટોબરના રોજ બીડીંગ કરી શકશે અને આવેલ બીડીંગના આધારે નક્કી કરવામાં આવેલા રોકાણકારને તા. 18 ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ બોન્ડનું અલોટમેન્ટ કરવામાં આવશે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડનું લિસ્ટિંગ તા.21 ઓક્ટોબરના રોજ થવામાં આવનાર છે.