અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ત્યારે ગુજરાતની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જેથી ચામડી બાળે એવા બળબળતાં બપોરે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા અને અડધી મેચ થતાં જ સ્ટેડિયમ બહાર નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને ગુજરાતની IPL મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલાં જ પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયો હતો, દરેક પ્રેક્ષકને ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વારથી 4.35 કલાકથી લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે કાળઝાળ ગરમીમાં પણ ક્રિકેટરસિયા પહોંચ્યા હતો અને મેચ જોવા માટે ઉત્સાહિત હતા.
દરમિયાન સ્ટેડિયમ બહાર બંને ટીમનો સપોર્ટર્સની સ્ટેડિયમમાં જવા માટે ભીડ ઉમટી હતી. હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સની મેચ છે, ત્યારે GTના સપોર્ટર્સ ફૂલ ફોર્મમાં છે અને કહી રહ્યા છે આવા દે... આવા દે... હવે મેચ શરૂ થવાનો એક કલાક બાકી છે ત્યારે ક્રિકેટફેન સ્ટેડિયમ આવી રહ્યા હતા. જેના પગલે ભીડ વધી રહી હતી. સ્ટેડિયમમાં પ્રેક્ષકો મેચ નિહાળી રહ્યા છે અને ચીયર્સ કરી રહ્યા છે.