ARC દ્વારા ઈશ્યુ કરવામાં આવતી સિક્યોરિટી રીસિપ્ટસ્ (SR)ની આવક પર TDSના દરો અંગેની ચર્ચાએ તાજેતરના વર્ષોમાં નાણાકીય જગતમાં ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે. 2016ના ફાઇનાન્સ બિલમાં વ્યક્તિઓ માટે 25 ટકા અને હિંદુ યુનાઇટેડ ફેમિલી (HUF) માટે 30% TDSનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેનો હેતુ આવકની રકમને સંતુલિત કરવાનો હતો.
જો કે, ARCની એવી દલીલ છે કે આ દરો પર પુનર્વિચાર કરવો માત્ર રાહત માટેની અપીલ નથી, પરંતુ એક વ્યૂહાત્મક પગલું છે જેની ઉદ્યોગો પર ઊંડી અસર પડી શકે છે તેમજ આર્થિક જગતના વ્યાપક પુનર્જીવનમાં પણ તે યોગદાન આપી શકે છે. આપણે જ્યારે કેન્દ્રીય બજેટ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ઉદ્યોગના નિષ્ણાતો દેશના વિકાસના ઉદ્દેશ્યો સાથે સુમેળ થાય તે રીતે TDS દરોના વિચારણાપૂર્વકના પુન:મૂલ્યાંકનની અપેક્ષા રાખે છે.
આનાથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે
આ પગલું માત્ર નાણાકીય બોજ ઘટાડવા માટે નથી, પણ એક એવું વાતાવરણ ઊભું કરવા માટે છે, જે જવાબદાર રોકાણને પ્રોત્સાહિત કરે છે, જેનાથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. સંકટગ્રસ્ત અસ્કયામતોનું એક સમૃદ્ધ બજાર NPAના ઉકેલની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, જે છેલ્લે તો તંદુરસ્ત નાણાકીય વ્યવસ્થા માટે જ યોગદાન આપશે.
રોકાણકારોને આકર્ષવાની મોટી તક
રોકાણકારોની વિવિધતા કોઈપણ નાણાકીય બજારની સ્થિતિસ્થાપકતા અને ગતિશીલતા માટે નિર્ણાયક છે. સિક્યોરિટી રીસિપ્ટ્સ પર TDSના દરો ઘટાડીને, સરકાર પાસે નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓ સહિત રોકાણકારોના વ્યાપક બેઝને આકર્ષવાની તક છે. આ એકમોને લાગુ પડતા મેક્સિમમ માર્જિનલ રેટ (MMR) સાથે TDS દરોને સુરેખિત કરવા (22.5%) સમાન કરના સિદ્ધાંતો સાથે પણ મેળ ખાય છે. આ પરિવર્તન વધુ વૈવિધ્યસભર અને ગતિશીલ બજારને પ્રોત્સાહિત કરીને જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપી શકે છે. આ માત્ર કરના દરને ઘટાડવાને લગતી બાબત નથી,પણ એક એવા વાતાવરણનું સર્જન કરવા માટે છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોમાં વિશ્વાસને પ્રોત્સાહન આપે છે