ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્ર પરના ખાડાઓમાં પાણીનો બરફ હોવાનો દાવો કર્યો છે.
IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબ અને IIT (ISM) ધનબાદના રિસર્ચર્સની મદદથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)/ISROના વૈજ્ઞાનિકો દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ISROએ જણાવ્યું હતું કે, ISPRS જર્નલ ઑફ ફોટોગ્રામેટ્રી એન્ડ રિમોટ સેન્સિંગમાં પ્રકાશિત અભ્યાસ દર્શાવે છે કે સપાટીથી થોડા મીટર નીચે બરફનું પ્રમાણ સપાટી કરતાં 5 થી 8 ગણું વધારે છે.
બરફની શોધ ભવિષ્યના ચંદ્ર મિશનમાં મદદરૂપ થશે
ઈસરોએ કહ્યું છે કે આ માહિતી ભવિષ્યના મિશનમાં બરફના નમૂનાઓ એકત્રિત કરવા અથવા ચંદ્ર પર માનવોની લાંબા સમયની હાજરી માટે ખોદકામ કરવામાં મદદ કરશે.
બરફની ઊંડાઈના આધારે, તે ભવિષ્યના ચંદ્ર મિશનના લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન અને યોગ્ય નમૂના એકત્રિત કરવા માટે પણ મદદ કરશે.