Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 2.81 બિલિયન ડોલર એટલે કે રૂ. 24,522 કરોડની ડિમાન્ડ નોટિસ મોકલી છે. કંપનીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી આ નોટિસ મળી છે.


દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ કંપનીને આ નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો ONGC બ્લોક (KG-D6) સાથે સંબંધિત છે. જે અંતર્ગત રિલાયન્સ પર ONGC બ્લોકમાંથી ગેસનું માઈગ્રેશન કરવાનો આરોપ છે.

આ મામલો ઈન્ટરનેશનલ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારબાદ ઈન્ટરનેશનલ મધ્યસ્થીએ વર્ષ 2018માં રિલાયન્સ લેડ કન્સોર્ટિયમના પક્ષમાં 1.55 બિલિયન ડોલર એટલે કે 13,528 કરોડ રૂપિયાનો ચુકાદો સંભળાવ્યો હતો.

આ ચુકાદાને ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મે 2023માં, સિંગલ જજની બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સરકારે તેને ફરીથી ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો.

હવે દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આ ચુકાદાને પલટાવી દીધો છે. જે બાદ ભારત સરકાર દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આ નવી ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે.