કેન્સરનો પહેલો કેસ આવ્યાના લગભગ 200 વર્ષ પછી, એ હજુ પણ લાઇલાજ બનેલું છે. ઇલાજ અને તેને સમજવા માટે સતત શોધ થઈ રહી છે. પણ જેટલું વધુ તેને સમજી શકીએ છીએ, નવી જાણકારી અમને એટલી જ મૂંઝવણમાં મૂકે છે. તેમ છતાં વિતેલા એક દાયકામાં અમે કેન્સર ક્ષેત્રે અભૂતપૂર્વ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. કેન્સરની ગંભીરતા અને વધતા દર્દીઓને જોતા છેલ્લા દાયકામાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા 59 કેન્સરની દવાઓને ઉતાવડમાં મંજૂરી આપવામાં આવી છે.
આ સંબંધે કરાયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે 2013થી 2017 વચ્ચે એફડીએ દ્વારા ફાસ્ટ-ટ્રેક મંજૂરી અપાયેલી કેન્સરની 43% દવાઓ અપ્રભાવી જોવા મળી. આ દાવો અમેરિકી હેલ્થ જર્નલ જામામાં હાર્વર્ડ મેડિસિન અને બોસ્ટન મહિલા હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચર્સે કર્યો છે. 2013 અને 2023 વચ્ચે સ્વીકૃત 59 કેન્સર દવાઓમાંથી 46ને 2013 અને 2017 વચ્ચે ફાસ્ટ-ટ્રેક મંજૂરી અપાઈ હતી.
સંશોધનથી જાણવા મળ્યું કે આ 46 દવાઓમાંથી 19 દવાઓ 5 વર્ષના ઉપયોગ પછી પણ અપ્રભાવી રહી. આ દવાઓથી ન તો કેન્સરથી થતી મોતોની સંખ્યામાં સુધાર થયો અને ન ઇલાજમાં કોઈ મદદ મળી. આ ઉપરાંત 10 વર્ષોમાં ફાયદો ન થવાને કારણે 10 દવાઓને પરત ખેંચવામાં આવી. સંશોધન સાથે જોડાયેલા ઇયાન લિયૂએ કહ્યું કે એ વાત સાચી છે કે કેન્સર જેવી બીમારીમાં દવાને ફાસ્ટ-ટ્રેક મંજૂરી આપવી મજબૂરી હોય છે.