રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ લોન એકાઉન્ટ પર દંડ લગાવવાના નિયમ લાગુ કરવાની સમયમર્યાદાને વધારી છે. આરબીઆઇ દ્વારા 20 ડિસેમ્બર, 2023ના રોજ જારી કરાયેલા પરિપત્ર અનુસાર 1 એપ્રિલ, 2024થી નવા નિયમો લાગુ કરવામાં આવશે, પરંતુ 30 જૂન, 2024 બાદ નહીં. ઓગસ્ટ 2023 દરમિયાન આરબીઆઇએ એક પરિપત્ર જારી કર્યો હતો કે બેન્ક લોન એકાઉન્ટ પર દંડ કેવી રીતે લગાડી શકે છે.
નવા દિશાનિર્દેશ 1 જાન્યુઆરી, 2024થી લાગુ થવાના હતા. જોકે આ સંદર્ભમાં કેટલીક સ્પષ્ટતા અને બેન્કો અને એનબીએફસીને વધુ સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા તેને લાગુ કરવાની સમયમર્યાદાને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અનુસાર, નિયમન હેઠળની સંસ્થાઓને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2024થી પ્રાપ્ત દરેક નવી લોનના સંદર્ભમાં નિર્દેશોને લાગુ કરાય. આ સંસ્થાઓમાં બેન્ક અને એનબીએફસી સામેલ છે.