શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. થોડા દિવસો પહેલાં જ 50થી વધુ ગુનામાં સંડોવાયેલા ઇભલા બાદ અગાઉ ફાયરિંગ, દારૂ, સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભગવતીપરામાં પાંચ માસ પહેલાં ઝઘડાના પ્રશ્ને જમીન મકાનના ધંધાર્થી પર સરાજાહેર હુમલો કરી ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહી તેમ કરવાનું કહી ધમકી આપી નાસી જતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગુલિયા અને તેની ટોળકીએ ઝડપી લેવા મથામણ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભગવતીપરા પાસેના અયોધ્યા પાર્કમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી મોઇનભાઇ અનવરભાઇ જુણેજાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે ગુલિયો ઉર્ફે ગુલમહમદ ઇબ્રાહીમભાઇ મોડ, સલીમ હનીફશા શાહમદાર, સદામ હનીફશા શાહમદાર, સાવન મીઠાભાઇ પરમાર, નાસીર ઇબ્રાહીમભાઇ મોડના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તેની સુખસાગર હોલ પાસેની સબર નામની ઓફિસેથી એક્ટિવા લઇને ઘરે જતો હતો ત્યારે ઘર નજીક દૂધ લેવા માટે ડેરીએ ઊભો રહેતા અચાનક ધોકા, પાઇપ સાથે ધસી અાવેલો સલીમ શાહમદાર, સદામ અને સાવન પરમાર સહિતે હુમલો કરતા તેને જીવ બચાવવાની કોશિશ કરવા માટે દોટ મૂકી હતી પરંતુ ત્રિપુટીએ પાછળ દોડી હુમલો કરી સલીમએ તને ગુલિયા સાથેની દુશ્મની બહુ જ મોંઘી પડશે કહી નાસી જતા દેકારો થયા બાદ લોકો એકઠા થઇ ગયા હોય જાણ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જણાવ્યું હતું તેમજ તેને ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, પાંચેક માસ પહેલાં ભગવતીપરામાં રહેતો ગુલિયાના પુત્ર આફતાબ ઉર્ફે કારિયો અને મહંમદ પઠાણ વચ્ચે ઝઘડો થયાે હતો જેથી ગુલિયો મહંમદને મારકૂટ કરતો હોય જેથી મારા ભાઇના મિત્ર હોય અમે મહંમદ સાથે બેસતા હોય જેથી તેના ભાઇ નાસીરની દુકાને જઇ અગાઉ ગુલિયાઅે ભગવતીપરામાં રહેવું હોય તો અમે કહી તેમ જ કરવું પડશે કહી ધમકી આપી હતી અને ત્યાર બાદ સાવન પરમારે અમારી પર એટ્રોસિટીની ફરિયાદ કરી હતી તેમ છતાં તેના શરણે નહીં થતાં હુમલો કર્યો હોવાનું જણાવતા પીએસઆઇ શેખ સહિતે ગુનો નોંધી તપાસ કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઇ ગયા હોય તેને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.