શહેરમાં કોઠારિયા રોડ પર અમરનાથ પાર્કમાં રહેતા શખ્સે પતિ, ભાઇ અને સંતાનને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર રહેતી 28 વર્ષની મહિલાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે રવિ દાદભાઇ મકવાણાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પાડોશમાં રહેતા હોય રવિ સાથે પરિચય થયો હતો ત્યાર બાદ પાંચેક વર્ષ પહેલા તેને મારા મોબાઇલ નંબર મેળવી ફોન કર્યો હતો અને તેમાં તેને તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છેે જેથી તેને ના પાડી હતીત્યાર બાદ અઢી વર્ષ પહેલા ફોન કર્યો અને હું તને લવ કરું છું હવે મારી જ છો અને મારી જ કરીને રાખીશ, હું કોઇની થવા નહી દવ હું તને ભગાડી લઇ જઇશ ચાલ આપણે ભાગી જઇએ જેથી મેં મારો સંસાર બગડે નહી જેથી તેને ના પાડી હતી. દરમિયાન થોડા દિવસ બાદ હું ઘેર એકલી હોય ફરીવાર તે આવીને મારી સાથે સંબધ બાંધવા છે. તેવુ કહેતા મહિલાએ ના પાડતા તારા સંતાનો,પતિ અને તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી તેના રૂમમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ અવારનવાર હેરાન કરતો હોય અને પતિને તેની સાથે વાત કરતી હોવાની જાણ થતા બન્ને વચ્ચે ઝઘડો થતા તે તેના માવતરના ઘેર અાવી હતી. ત્યાર બાદ રવિ તારા ફોટા અને વાતચીત કરતા હોવાના રેકોર્ડિંગ મારી પાસે છે. તેમ કહી સંબધ રાખવાની ધમકી આપતો હોય મારા માતાને વાત કરી ફરીયાદ કરી હતી.બનાવને પગલે પીએસઆઇ રોહડિયા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી હતી.