ફ્રાન્સના સીન પોર્ટ ગામમાં સ્માર્ટફોનની લતથી મુક્તિ મેળવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. આ ગામમાં જાહેર સ્થળોએ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન યોજાયું હતું. મતદાનમાં ભાગ લેનારા 54% લોકોએ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો. દુકાનદારોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પણ આવતાં-જતાં લોકોને ફોનનો ઉપયોગ ઓછો કરવા અને દુકાનોની બહાર પ્રતિબંધિત સ્ટિકર લગાવવા માટે પ્રેરિત કરે.
ફ્રાન્સમાં પણ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ અંગે લેખિત આદેશ જારી કરવામાં આવશે. જોકે, રાષ્ટ્રીય સ્તરે કોઈ કાયદો ન હોવાને કારણે ફોનનો ઉપયોગ કરનાર સામેકોઈ પગલાં લેવામાં આવશે નહીં. ફ્રાન્સમાં સ્માર્ટફોન અને સ્ક્રીન ટાઇમ વધુ ને વધુ રાજકીય મુદ્દો બની રહ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોને જણાવ્યું હતું કે તેઓ બાળકો માટે સ્ક્રીનનો શ્રેષ્ઠ ઉપયોગ નક્કી કરવા નિષ્ણાતોની સલાહ લેશે.