અમેરિકન જાસૂસી એજન્સી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)એ ચીનની લેબમાં કોરોના વાયરસ તૈયાર કરવાની આશંકા વ્યક્ત કરી છે. શનિવારે જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કોવિડ-19ના ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. એવુ પણ કહેવામાં આવ્યુ છે કે પુરતા પુરાવા નથી.
આ રિપોર્ટ બાઇડેન એડમિનિસ્ટ્રેશન અને CIAના ભૂતપૂર્વ ડિરેક્ટર વિલિયમ બર્ન્સના આદેશ પર તૈયાર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં સીઆઈએ ડાયરેક્ટર બનેલા જ્હોન રેટક્લિફના આદેશ પર શનિવારે તેને સાર્વજનિક કરવામાં આવ્યું હતું.
એપીના અહેવાલ મુજબ, આ પહેલા પણ ઘણા અહેવાલોમાં ચીનની લેબથી કોરોના વાયરસ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે કુદરતી રીતે ફેલાય છે. આ રિપોર્ટ કોઈ નવી ગુપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો નથી.