સ્વાસ્થ્ય પ્રત્યે છેલ્લા કેટલાક વર્ષોમાં જાગૃતતા વધતી જઈ રહી છે. આ કારણે લોકોને સ્વસ્થ અને ફિટ રાખવા માટે જિમ નવી-નવી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાની જિમ શૃંખલા ઇક્વિનોક્સે 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માટે એક પ્રોગ્રામની શરૂઆત કરી છે.
આ પ્રોગ્રામ લેબ ટેસ્ટ સ્ટાર્ટઅપ ફંક્શન હેલ્થ સાથે ભાગીદારીમાં ચલાવાય છે. તેની સભ્યપદ માટે લગભગ 35 લાખ રૂપિયા વાર્ષિક આપવા પડશે. ઓપ્ટિમાઇઝ નામના આ પ્રોગ્રામનો હેતુ લોકોની ક્ષમતાઓને મહત્તમ સ્તર સુધી વધારવાનો છે. દરેક વ્યક્તિ માટે તેના બાયોડેટા (અંગત જાણકારી)ના આધારે ખાસ ફિટનેસ કોચિંગ, સ્લીપ શેડ્યુલ, ન્યુટ્રિશન ટેબલ તૈયાર કરાશે. દર મહિને લોહીની તપાસ કરાશે.
100 ટેસ્ટના માધ્યમથી હ્રદય, મેટાબોલિઝમ, લિવર, કિડની, થાયરોઈડ સહિત શરીર સાથે જોડાયેલી અન્ય બાબતોનું આકલન થશે. તેનો ખર્ચ આશરે 41500 રૂપિયા છે. ત્યારે, ઇક્વિનોક્સના સભ્યપદ માટે 3 લાખ થી 5 લાખ રૂપિયા સુધી આપવા પડશે. વિશેષ રીતે પ્રશિક્ષિત ઇક્વિનોક્સના કોચ લોહીની તપાસના નિષ્કર્ષોના આધારે સભ્યોના વર્કઆઉટ અને ફિટનેસ પ્રોગ્રામમાં પરિવર્તન લાવતા રહેશે.
ઓપ્ટિમાઇઝના સભ્યપદનો મોટા ભાગનો ખર્ચ દર મહિને થનારી 16 કલાકનું ખાનગી કોચિંગ કરે છે. જેમાં દર અઠવાડિયે ખાનગી ટ્રેનિંગ સેશન, દર મહિને ઊંઘ અને પોષણ નિષ્ણાતો સાથે અડધા-અડધા કલાકની બે મીટિંગ તેમજ માસિક મસાજ સામેલ છે. ઇક્વિનોક્સના એક ખાનગી ટ્રેનિંગ સેશનની સરેરાશ કિંમત આશરે 13 હજાર રૂપિયા છે. દરેક સભ્યોના ઊંઘના આકલન માટે તેને લગભગ 25 હજાર રૂપિયાની સ્માર્ટ રિંગ પણ અપાશે.