કુવાડવા નજીક રામપર બેટી ગામે અજાણ્યા વાહને ઠોકર મારતા ઘવાયેલા સાઇકલસવાર તરુણને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. રામપર બેટી પાસે બંધ ભરડિયામાં રહેતા અને ચોકીદારી કરતાં રાજુભાઇ મકવાણાનો પુત્ર ઉદય તા.14ના રોજ તેની સાઇકલ લઇને રોડ પર નાસ્તો લેવા જતો હતો ત્યારે બેકાબૂ અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બે ભાઇમાં નાનો હતો તેમજ નાસ્તો લેવા માટે સાઇકલ લઇને રોડ ક્રોસ કરતો હતો ત્યારે બનાવ બન્યાનું અને અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.