બ્રિટનની ઋષિ સુનક સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAK) એ ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવા માટે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી થિંક ટેન્ક ઓનવર્ડ સાથે એક અહેવાલ સહ-લેખિત કર્યો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મંગળવારે સુનક કેબિનેટમાં અહેવાલ રજૂ કરવામાં આવશે. એની જોગવાઈઓ અનુસાર, દર વર્ષે લગભગ 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં.
હાલમાં દર વર્ષે લગભગ 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન વિઝા રૂટ દ્વારા બ્રિટનમાં પ્રવેશ મેળવે છે. 39 હજાર ભારતીય વિદ્યાર્થીઓને જ વિઝા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2021 માં શરૂ થયેલ ગ્રેજ્યુએશન વિઝા રૂટ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.