2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન યુએસ દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું. તે પછી હજારો તાલિબાન લડવૈયાઓએ અહીં સરહદી આદિવાસી વિસ્તારોમાં આશરો લીધો હતો. તે પછી કેટલાંક વર્ષો સુધી તાલિબાને સ્થાનિક યુવાનોને પોતાનાં દળોમાં ભરતી કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. 2007 સુધીમાં આતંકવાદીઓના એક જૂથે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની રચના કરી હતી. આમાં ડિસેમ્બર 2014નો હુમલો સામેલ છે, જ્યારે શાળામાં 147 વિદ્યાર્થીઓ અને શિક્ષકો માર્યા ગયા હતા.
ઓગસ્ટ 2021માં જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા ત્યારે પાકિસ્તાનને આશા હતી કે તાલિબાન ટીટીપી પર લગામ લગાવવામાં મદદ કરશે પરંતુ તેની આ આશા પણ પૂરી થઈ શકી નથી. વિશ્લેષકોનું કહેવું છે કે તાલિબાન મદદ કરવાને બદલે પાકિસ્તાન પર દોષારોપણ કરી રહ્યા છે. આનાથી ટીટીપીને ફરીથી એક તાકાત મળી છે.