શહેરમાં મવડીના પટેલનગરમાં રહેતા કારખાનેદારે ઘર નજીક ગોડાઉનમાં ફાંસો ખાઇ તેમજ વાણિયાવાડી નજીક ગોપાલનગરમાં આધેડે પોતાના ઘેર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડીના પટેલનગરમાં રહેતા અને છાપરા ગામે ઇલેક્ટ્રિક સ્વિચ તથા પાઇપ બનાવવાનું કારખાનું ચલાવતા હસમુખભાઇ રણછોડભાઇ વેકરિયા (ઉ.48)એ તેના ઘર પાસે લાઇફલાઇન હોસ્પિટલ નજીક ગોડાઉનમાં લોખંડના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ નાઇ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક બેભાઇ એક બહેનમાં મોટા હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની પૂછતાછમાં હસમુખભાઇ છાપરા ગામ પાસે કારખાનું ચલાવતા મૃતક આધેડએ પટેલનગરમાં ઘર પાસે એક માસ પહેલાં ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.