ભારતમાં મની લોન્ડરિંગ અને દ્વેષપૂર્ણ ભાષણ આપનાર આરોપી ઝાકિર નાઈકને કતાર સરકારે ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન ઈસ્લામિક ઉપદેશ આપવા માટે આમંત્રણ આપ્યું છે. ધરપકડના ડરથી ફરાર થનાર નાઈક ઈન્ડોનેશિયાથી સંગઠન ચલાવી રહ્યો છે. કતારના સરકારી સ્પોર્ટ્સ ચેનલ અલકાસ માટે ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અલ્હાજરીએ જણાવ્યું હતું કે નાઈક ફૂટબોલ ચાહકોને ઉપદેશ આપશે.
પહેલીવાર મુસ્લિમ દેશમાં થઈ રહ્યું છે. નિષ્ણાતો આને ઈસ્લામિક પ્રચારના રૂપમાં જોઈ રહ્યા છે. કતારે જ વિવાદાસ્પદ ભારતીય ચિત્રકાર એમએફ હુસેનને શરણ આપી હતી. નૂપુર શર્મા વિવાદમાં વિરોધ કરનારા દેશોનું સ્વયંભુ નેતૃત્વ કતાર કરી રહ્યું હતું. થોડા દિવસ પહેલા કતાર સરકારે 558 ફૂટબોલ ચાહકોના ઈસ્લામ ધર્મ અપનાવવાનો પ્રચાર કર્યો હતો.
ભારતીય ગૃહ મંત્રાલયે 17 નવેમ્બરના રોજ ઝાકિર નાઈકના NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, જે 17 નવેમ્બરે સમાપ્ત થવાનો હતો. પ્રતિબંધ સમાપ્ત થવાના દિવસે સરકારે પ્રતિબંધની સમય મર્યાદા વધારીને 5 વર્ષ વધારી દીધી છે. એટલે હવે 2026 સુધી ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ લાગેલો રહેશે.
સરકારે પ્રતિબંધ વધારવા પાછળ કહે છે કે, ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન એવી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે જે દેશની સુરક્ષા માટે જોખમ છે. તેનાથી દેશની શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને બિનસાંપ્રદાયિકતા જોખમાય છે. સાથે જ ગૃહ મંત્રાલયે કહ્યું કે નાઈકના નિવેદનો વાંધાજનક અને વિધ્વંસક છે અને તેના દ્વારા તે ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે. નાઈક ભારત અને વિદેશમાં ચોક્કસ ધર્મના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યો છે.