અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને ગોળી વાગી હતી. જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે ગોળીનો અવાજ સંભળાયો. ટ્રમ્પે તેcના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઝૂકી ગયા. સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રમ્પને કવર કરવા માટે તરત જ પહોંચ્યા.
જ્યારે એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રમ્પે મુઠ્ઠી વાળી અને હવામાં હાથ ઊંચો કર્યો. આ પછી, ગુપ્ત એજન્ટો ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા. આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 4 વાગ્યે બની હતી. ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે સાડા છ વાગ્યાનો સમય હતો.