દેશના ત્રીજા સોવરિન ગોલ્ડ બોન્ડ (2016-2) 28 માર્ચે પરિપક્વ થવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંકે આ બોન્ડની અંતિમ રિડમ્પશન કિંમત રૂ.6601 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. આ ઉપરાંત રોકાણકારોને વ્યાજ સાથે સરેરાશ 109.5% રિટર્ન મળશે કારણ કે આ બોન્ડ્સ રૂ.3150 પ્રતિ ગ્રામના ભાવે રજૂ કરવામાં આવ્યા હતા.
ગોલ્ડ બોન્ડ સિરીઝ 2016-2 અત્યાર સુધીની સૌથી વધુ કિંમતે રિડીમેબલ હશે. અગાઉ, બે સોવરિન ગોલ્ડ બોન્ડ નવેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2024માં અનુક્રમે રૂ.6132 અને રૂ. 6271 પ્રતિ ગ્રામે પાક્યા હતા. સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ છે. રોકાણકારોને તેના પર વાર્ષિક 2.75% વ્યાજ મળે છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં વધુ ત્રણ શ્રેણીના બોન્ડ રિડીમ કરવામાં આવશે અને તે બધા 100% કરતા વધુ રિટર્ન આપશે તેવી અપેક્ષા છે.