દુનિયાના પાંચ સૌથી અમીર લોકોની સંપત્તિ 2020 બાદ હજુ સુધી બેગણી કરતા પણ વધુ વધી છે. જ્યારે બીજી બાજુ દુનિયાભરમાં સૌથી ઓછી આવક ધરાવતા 500 કરોડ લોકોની સંપત્તિ 0.2 ટકા સુધી ઘટી ગઇ છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં સોમવારના દિવસે શરૂ થયેલી પાંચ દિવસીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકથી પહેલા જારી કરવામાં આવેલા ઓક્સફેમના રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે અમીર-ગરીબોની વચ્ચે અંતરમાં વધારો થયો છે. જો આ અંતર આ જ ગતિ સાથે વધશે તો દુનિયાભરમાં ગરીબી 229 વર્ષ સુધી ખતમ થશે નહીં. આ દાયકામાં જ કોઇ દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર પણ બની જશે.
દુનિયાના પાંચ સૌથી અમીર ઇલોન મસ્ક, બર્નાર્ડ અનોલ્ટ, જેફ બેજોસ, લેરી એલિસન અને માર્ક ઝકરબર્ગની સંપત્તિ 114 ટકા સુધી વધી છે. દુનિયાના એક ટકા અમીરોની પાસે હાલના સમયમાં 59 ટકા સંપત્તિ છે. ડબલ્યુઇએફના રિપોર્ટ મુજબ 56 ટકા અર્થશાસ્ત્રી માને છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી રહેશે.
કર્મચારીઓના લિવિંગ સ્ટાન્ડર્ડમાં ફેરફાર નહીં ઇનઇક્વાલિટી ઇંકના રિપોર્ટ મુજબ ચાર વર્ષમાં દુનિયાભરના કર્મચારીઓના લિવિંગ સ્ટાન્ડર્ડમાં કોઇ ફેરફાર થયા નથી. તેઓ આજે પણ એ જ સ્તરના જીવન જીવી રહ્યા છે. ચાર વર્ષ પહેલા પણ આવુ જ જીવન જીવતા હતા. આનુ કારણ મોંઘવારી છે.
નોકરી પર ખતરો, કામના કલાક વધી ગયા છે રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કર્મચારીઓના કામના કલાકમાં વધારો થયો છે. તેઓ બિનસુરક્ષિત માહોલમાં વધારે મહેનત કરી રહ્યા છે. દુનિયાના 52 દેશોમાં 80 કરોડ કર્મચારીઓના પગારમાં ઘટાડો થયો છે. અમીરોની આવક મોંઘવારી કરતા ત્રણ ગણી વઘી : અમીર લોકોની આવક મોંઘવારીની સરખામણીમાં ત્રણ ગણી વધી છે.