ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ, આ વર્ષે 4 દિવસ વહેલું 11 જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે. એટલું જ નહિ, આ વર્ષે ચોમાસાની સિઝનના 90થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે.જેથી આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતાં સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યકત કરી છે. તેમજ 13 જૂનનાં રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દિલ્હીના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ વરસાદની સક્રીય થયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું તેની સામાન્ય તારીખ 15 જૂન કરતાં 4 દિવસ વહેલું 11 જૂને પ્રવેશી ચુક્યુ છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનમાં 90થી 95 દિવસ દરમિયાન 38 દિવસમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. જેમાંથી 9 દિવસો દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પુર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવાં પાંચ ઝોનમાં વર્ષ 1992થી લઇને 2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મીમી, ઉત્તર ગુજરાતમાં 720 મીમી, પુર્વ ગુજરાતમાં 806 મીમી, સૌરાષ્ટ્રમાં 717 મીમી તેમજ દક્ષિણ ગુજરાતમાં 1476 મીલીમીટર વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ ચોમાસું મધ્યમથી સારુ રહેવાની શક્યતા હોવાથી સારો વરસાદ પડવાની શક્યતા છે. અઢી અક્ષરનું ચોમાસું