કેટલાક દિવસ પહેલા હું અને મારી ચાર વર્ષની દિકરી સ્વિમિંગ ક્લાસ જઇ રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ કહ્યું કેટલી સુંદર દીકરી છે. પુત્રીએ પૂછ્યું કે તેમણે શું કહ્યું? મે કહ્યું કે તે વ્યક્તિને તારી ટોપી પસંદ છે. હું નહોતી ઇચ્છતી કે તેને સુંદર કહેવા પર ગર્વ થાય. લેખિકા કેટી કેલેહર કહે છે કે ‘સુંદર’ શબ્દનો ઉપયોગ તેમને એ જ આદર્શ હોવાનું શીખવે છે. પોતાના પુસ્તક ‘ધ અગ્લી હિસ્ટ્રી ઑફ બ્યૂટીફુલ થિંગ્સ’માં કેટીએ તેનાથી જોડાયેલા જોખમો પર ચર્ચા કરી છે. વાંચો..
‘જ્યારે હું બાળક હતી, ત્યારે લાગતું હતું કે સુંદર લાગવું એ મહત્વપૂર્ણ કરન્સી છે, જેને સંભવિત રૂપથી શક્તિ, ધન અથવા ખુશી માટે બદલી શકાય છે. 12 વર્ષની ઉંમરમાં મને સુંદર બતાવવા માટે માતાએ એ તમામ પ્રયાસો કર્યા હતા. હું માતાને દોષિત નથી ઠહેરાવતી, પરંતુ સુંદર શબ્દનો મારા જીવન પર પડેલા દુષ્પ્રભાવને લઇને હું નારાજ છું. જ્યારે મને લાગતું કે હું એટલી સુંદર નથી ત્યારે હું ખુદને નબળી માનતી હતી. પરંતુ સુંદર શબ્દથી આપણે દિકરીઓને કહીએ છીએ કે તેઓ બાહ્ય રીતે સુંદર છે, ભલે આપણો ઇરાદો એવો ન હોય. અજાણતા આપણે યુવતીઓ પર વધુ દબાણ કરીએ છીએ કે તેઓ ગુણો અથવા ઉપલબ્ધિઓ પર ફોકસ કરવાને બદલે પોતાના દેખાવને લઇને વધુ ચિંતિત હોય છે.